ગીર સોમનાથ માં ભારતીય વૈજ્ઞાનિકોએ બાયોડિગ્રેડબલ ઈકોફ્રેન્ડલી પ્લાસ્ટિક તૈયાર કર્યું

0
585

પ્લાસ્ટિ કચરાને કારણે જામ થતી ગટરો અને પ્લાસ્ટિક ખાઈને મૃત્યુ પામતા પશુઓ માટે આ પ્લાસ્ટિક રામબાણ ઉપાય કહી શકાય છે. ફૂડ પેકેજીંગ ઉદ્યોગમાં આ પ્લાસ્ટિક ક્રાંતિકારી શોધ સાબિત થઈ શકે છે.
વેરાવળમાં આવેલ ભારત સરકારના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિશરીઝ ટેકનોલોજી સંસ્થાનના વિજ્ઞાનીઓએ સિન્થેટિક પ્લાસ્ટિક નો સી-વિડ માંથી ઇકોફ્રેન્ડલી વિકલ્પ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક કર્યું તૈયાર. જે મજબૂતમાં સામાન્ય પ્લાસ્ટિક જેટલુંજ છે પણ પર્યાવરણમાં તેનો ટુક સમયમાંજ નાશ થાય છે અને તે કોઈપણ આડઅસર છોડતું નથી.પ્લાસ્ટિક એ વિશ્વનું સૌથી વધુ ભૂમિ પ્રદુષણ કરતું પરિબળ બનીને સામે આવ્યું છે. અને સરકારએ પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. અને પ્લાસ્ટિક ની જગ્યાએ બીજો વિકલ્પ શું તેની ઘણા વૈજ્ઞાનિકો અને લોકો વિચારી રહ્યા હશે. ત્યારે ભારત સરકારની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (cift) દ્વારા વેરાવળ લેબોરેટરીમાં સી-વિડ માંથી બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here