અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની તમામ વ્યવસ્થા પર અમેરિકન સિક્રેટ સર્વિસ નજર રાખી રહી છે. ટ્રમ્પ જે સ્થળેથી નીકળવાના છે ત્યાંની નાની નાની ગલીઓ, ફુલ કુંડાથી લઇને અવવારૂ સ્પોટ શોધીને સિક્રેટ સર્વિસે એક યોજના તૈયાર રાખી છે. 24મીએ બપોરના 12 વાગ્યાની આસપાસ ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ અને ત્યાંથી એરપોર્ટ થઈ ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ પહોંચવાના છે. તેમના આ રૂટમાં સાબરમતી નદીનો ખુલ્લો ભાગ આવે છે તેની સાથે એરપોર્ટથી લઇ અનેક જગ્યાએ સિક્યુરિટીની સંભાવના સંદર્ભે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં જમીન પર ગુજરાત પોલીસ, પાણીમાં ટ્રેઈન્ડ ફોર્સ(સબારમતી નદી) SPG, સિક્રેટ સર્વિસ અને આકાશમાં ચાર અમેરિકન ચોપર વોચ રાખશે.