ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લેવો બન્યું જોખમી

0
262

ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતની હવામાં ઝેર ફેલાયું છે તેવુ કહી શકાય. તમે ઝેરનો શ્વાસ લો છો તેવુ સાબિત કરતો આંકડો સામે આવ્યો છે. મહાનગરોમાં હવાની બગડતી જતી ગુણવત્તાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો હતો. જેમાં ગુજરાતની એર કવોલિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતના ચાર શહેરોના હવા સૌથી વધુ પ્રદૂષિત બની છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. વડોદરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 121 નોંધાયો છે. તો રાજકોટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 115 નોંધાયો. આ બાજુ અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 113 છે. તો સુરતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 100 નોંધાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના આંકડામાં ખુલાસો થયો છે.

કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર, 2020-21માં અમદાવાદમાં 120, રાજકોટમાં 94, સુરતમાં 93 અને વડોદરામાં 95 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22ના સમયમાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 અને વડોદરામાં 121 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો. આમ ગત વર્ષની સરખામણીમાં પ્રદૂષણનું પ્રમાણ આ ચાર મોટા શહેરોમાં વધ્યું છે. પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન ગ્રાન્ટ ફાળવે છે.