ગુજરાતના જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટ કરી સરકારી યોજનાનુ મોનીટરીંગ કરવા CM ભૂપેન્દ્ર પટેલની તાકીદ

0
182

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતભરના જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં, જિલ્લા કલેકટરોને ફિલ્ડમાં વિઝીટ કરીને સરકારી યોજનાનું મોનિટરિંગ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લા સ્તરે જમીનના પ્રશ્નો ઉકલી જાય તે માટે સરકારે તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે. આ દિશામાં કલેકટરો ખાસ ધ્યાન આપે તેવી પણ તાકીદ કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોને કર્યો હતો.