ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન….

0
244

પીએમ મોદીએ ઓપી કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. સાંસદ અને રાજ્યપાલના રૂપમાં તેઓએ લોકકલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષાના તમામ મુદ્દાઓ પર તેઓએ રસ દાખવ્યો હતો.ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીના નોઈડા સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે સોમવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે મંગળવારે બપોરે 12 કલાકે દિલ્હીના નિગમ બોઘ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામા આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને કાર્યકર્તાઓના દર્શન માટે રાખવામાં આવ્યો છે. ઓમપ્રકાશ કોહલીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તો સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના નિધનને લઈને સોશિયલ મીડિયા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.પીએમ મોદીએ ઓપી કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. સાંસદ અને રાજ્યપાલના રૂપમાં તેઓએ લોકકલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષાના તમામ મુદ્દાઓ પર તેઓએ રસ દાખવ્યો હતો. તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ઓપી કોહલીના લાંબા સાર્વજનિક જીવનમાં પોતાની કાર્યક્ષમતા અને વિદ્ધતાને કારણે તેમને સન્માન મળ્યું છે. તેઓ ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. દિલ્હીમાં પણ ભાજપને મજબૂત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.