ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ,

0
377

13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણ જેવા ચાર પાયાઓ પર ગુજરાતને આગળ ધપાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશનું “ગ્રોથ એન્જિન” બનાવ્યું, તેને આગળ વધારવામાં ભૂપેન્દ્ર પટેલે સતત અથાગ પ્રયાસો કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ઝડપી ગતિએ અગ્રેસર થઈ રહ્યું છે.