અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું અતિ ગંભીરરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવામાં સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર ખડે પગે છે અને ઓછામાં ઓછો નુકસાન પહોંચે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાકિનારે 10 નંબર સુધીના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સાથે જ મોરબી, પોરબંદરમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા, કચ્છ, દમણમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. સાથે જ SDRF-NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. ગુજરાતના દરિયાકાંઠે લોકોના શ્વાસ અદ્ધર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ તંત્ર પણ આ આફત સામે લોકોને સચેત કરી તકેદારીના પગલા લઇ રહ્યું છે.અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું અતિ ગંભીરરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવામાં સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર ખડે પગે છે અને ઓછામાં ઓછો નુકસાન પહોંચે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાકિનારે 10 નંબર સુધીના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સાથે જ મોરબી, પોરબંદરમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા, કચ્છ, દમણમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. સાથે જ SDRF-NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. ગુજરાતના દરિયાકાંઠે લોકોના શ્વાસ અદ્ધર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ તંત્ર પણ આ આફત સામે લોકોને સચેત કરી તકેદારીના પગલા લઇ રહ્યું છે.દ્વારકા દરિયા કિનારાના વિસ્તારમાં એલર્ટ છે. 12 જૂનથી 16 જૂન સુધી કલમ 144 લાગુ રહેશે. જામનગરનાં દરિયા કિનારે 144 લાગુ રહેશે. દરિયા કિનારાના વિસ્તારમાં એલર્ટ છે. કચ્છ અને દમણના દરિયા કિનારે કલમ 144 લાગુ કરાઇ છે.