રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આગામી 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે (26 જુલાઈ) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.4 જિલ્લામાં રેડ ઍલર્ટ-હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારે રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.






