ગુજરાતના 8 જિલ્લાઓને અપાયું રેડ એલર્ટ…..

0
40

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હિટવેવના કારણે એલર્ટ અપાયું છે. તો કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે. આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરત માટે કડક ચેતવણી છે.ઉનાળાની કાળઝાળ ગરમીથી માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમી સામાન્યથી વધુ પર પહોંચી ગઈ છે. માર્ચ મહિનામાં મહત્તમ સામાન્ય તાપમાન 35 ડિગ્રીની સામે 40 ડિગ્રી નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધુ નોંધાયું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રેડ એલર્ટ છે. આગામી બે થી ત્રણ દિવસ હજી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો નોંધાય તેવી શક્યતા છે. જો કે આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટે તેવી શક્યતા છે.