ગુજરાતની દીકરીઓએ આત્મવિશ્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું

0
70

ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતની આ દીકરીઓએ જે આત્મવિશ્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું છે, તે જોઈને ચોક્કસ પણે કહી શકાય કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. રાજ્યનું દ્રશ્ય બદલાયું છે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી. દીકરી એટલે પારકી થાપણ નહિ, દીકરી એટલે ઘર આંગણાનો તુલસી ક્યારો” તેમ કહેતા અધ્યક્ષએ ઉમેર્યું કે, ગુજરાતમાં આજે સ્થિતિ બદલાઈ છે. રાજ્યની દીકરીઓનું પણ આજે દરેક ક્ષેત્રે દીકરાઓની સમાન જ પ્રતિનિધિત્વ સતત વધી રહ્યું છે. એ દિવસ પણ દૂર નથી જ્યારે આમાંથી જ કેટલીક દીકરીઓ પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ વિધાનસભા ગૃહમાં કરશે.