અમદાવાદના સોલામાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજમાં સંલગ્ન હોસ્પિટલ કાન, નાક, ગળાના વિભાગ હેઠળનો આરોગ્ય સ્વાસ્થયલક્ષી ધોરણ -12 પછી સ્નાતક કક્ષાની અભ્યાસક્રમ બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીય લેંગ્વેજ પેથોલોજી” શરૂ કરવામાં આવ્યો છે. B.ASLP (બેચલર ઓફ ઓડિયોલૉજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી), આ એક પેરામેડિકલ કોર્ષ છે અને જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો અને ત્યાર બાદ 1 વર્ષની ઇન્ટર્નશીપ છે. ગુજરાતની આ પ્રથમ અને દેશની આ પાંચમી સરકારી ઓડિયોલૉજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીની કોલેજ છે . જેમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકશે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલૉજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ બ્લોક “સી” સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં આહાર કેન્દ્રનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રાજ્યકક્ષાના આરોગ્ય લમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.