ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર….

0
22

વિશ્વનું સૌપ્રથમ સિંહ આકારનું મંદિર નળસરોવરમાં બનશે. અંદાજિત 25 કરોડના ખર્ચે તૈયાર થશે સિંહ આકારનું મંદિર. નળસરોવરમાં નિર્માણ પામશે સિંહ આકારનું ભવ્ય મંદિર. અંદાજિત 100 લોકોને રેહવાની સગવડ ઉપલબ્ધ, દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજનની પ્રસાદીનો લાભ પણ લઈ શક્શે.ગુજરાત એ ધર્મ નગરી છે. અહીં અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ડાકોર મંદિર જેવા તીર્થ સ્થળો આવેલા છે. જ્યાં બારેમાસ ભક્તો જોવા મળે છે. ત્યારે આ ધર્મ નગરીમાં એક અનોખું મંદિર બનવા જઈ રહ્યું છે. દુનિયામાં ક્યાંય ન હોય એવુ સિંહ આકારનું માતાજીનું મંદિર ગુજરાતના સાણંદ તાલુકામાં બનવા જઈ રહ્યું છે. 17 નવેમ્બરના રોજ આ મંદિરનું ભૂમિ પૂજન થશે. આ મંદિર સિંહના આકૃતિમાં ડિઝાઈન કરેલુ છે. ખાસ વાત એ છે કે, આ મંદિર માટે પાકિસ્તાનના મંદિરથી માતાજીની જ્યોત આવશે.