ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૪ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં ૪૨ ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ સારા વરસાદના પગલે ગુજરાતમાં ૪૭ ડૅમો ૧૦૦ ટકા ભરાઈને છલકાયા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૫ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૩ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં મિનિમમ બે ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ૧૦૭ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ, ૫૩ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ અને ૩૫ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.