ગુજરાતમાં અનેક વિસ્તારો પાણીપાણી, શાળા-કોલેજો બંધ…

0
130

મેઘરાજા હવે ગુજરાતમાં મનમુકીને વરસી રહ્યાં છે. જોકે, હવે મેઘો જે રીતે મંડાયો છે એનાથી મુશ્કેલીઓ પણ ઉભી થઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી સ્થિતિની વચ્ચે બાળકોને શાળાઓ મોકલવા પણ જોખમી બની શકે છે. શાળા તંત્ર દ્વારા પણ આ સ્થિતિ મુશ્કેલી પેદા કરે તેવી છે. જેને પગલે ભારે થી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને ગુજરાતના 5 જિલ્લાઓમાં શિક્ષણ કાર્ય ઠપ્પ.દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ અલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના આ 5 જિલ્લાઓ પણ હાલ રાજ્ય સરકારની સતત નજર છે. કારણકે, અહીં સ્થિતિ બદથી બદતર બની રહી છે. ખાસ કરીને છેલ્લાં બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને પગલે અહીં ચારેય કોર પાણી પાણી થઈ ગયું છે. આવી સ્થિતિમાં શાળા-કોલેજોમાં જવું પણ મુશ્કેલ છે. જેને ધ્યાને લઈને જિલ્લા સ્તરેથી જ શિક્ષણ સંસ્થાનોમાં રાજા જાહેર કરાઈ છે. જેથી સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને ભરૂચમાં આજ રોજ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લીધે લેવાયો નિર્ણય…કારણકે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વાહન વ્યવહાર ઠપ્પ છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.