ગુજરાતમાં આકરી ગરમીનાં એંધાણ..!!

0
34

ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ગરમીનો પારો ધીરે-ધીરે ઊંચકાઈ રહ્યો છે અને ૯ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર–કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હીટ-વેવ ફૂંકાવાની સાથે આકરી ગરમીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એટલું જ નહીં, અમદાવાદમાં ચાર દિવસ યલો અલર્ટ જાહેર કરાઈ છે. આજથી ૯ એપ્રિલ સુધી પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ જિલ્લામાં હીટ-વેવ રહેશે. સાથે-સાથે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઊંચે જાય એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ચાર દિવસ યલો અલર્ટ જાહેર કરાઈ છે અને ગરમીનો પારો ઊંચે જવા સાથે તાપમાન ૪૩ ડિગ્રી થવાની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩ ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું. આ ઉપરાંત ભુજમાં ૪૨.૮, રાજકોટમાં ૪૨.૭, કંડલામાં ૪૨, અમરેલીમાં ૪૧.૩, ડીસામાં ૪૧.૨, કેશોદમાં ૪૦.૯ અને અમદાવાદમાં ૪૦ ડીગ્રી મૅક્સિમમ તાપમાન રહેવા પામ્યું હતું.