ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ : આફ્રિકાથી આવેલા જામનગરનો દર્દી પોઝિટિવ

0
529

ગુજરાતમાં આખરે કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. જામનગરમાં બે દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી પરત ફરેલા એક શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના સેમ્પલ વધુ ચકાસણી માટે પુણે લેબમાં જીનોમ સીક્વન્સિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ દર્દી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે.

જામનગરમાં બે દિવસ પૂર્વે આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટનો કેસ જામનગરમાં નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા આ દર્દી પર વિશેષ નજર રહેશે.

સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. રાજ્યમાં સૌપ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો દર્દી મળતા હવે ગુજરાતના આરોગ્ય તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here