ગુજરાતમાં ગરમીથી હાહાકાર : માત્ર 6 દિવસમાં 5433 લોકોની તબિયત લથડી

0
257

ગુજરાતમાં હજુ તો ઉનાળાનો આરંભ થયો છે ત્યાંં જ અસહ્ય તાપ અને તાપ પણ એવો કે સવારે પણ ટાઢક ન થાય તેવો વરસી રહ્યો છે ત્યારે તેની જનસ્વાસ્થ્ય પર વ્યાપક પ્રતિકૂળ અસર જોવા મળી છે. રાજ્યમાં માત્ર ગત તા. 23ને હોળીના દિવસથી ગઈકાલ તા. 28 સુધીના 6 દિવસમાં 5433 લોકોની તબિયત વધારે બગડતા હોસ્પિટલે લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવી હતી. આ ઉપરાંત ખાનગી દવાખાના,હોસ્પિટલોમાં સારવાર લેનારા હજારો હોય છે.