ગુજરાતમાં ગેસ-ઈંધણની સ્થિતિ અંગે CMની સમીક્ષા બેઠક

0
20

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યમાં ગેસ અને ઇંધણની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જે આખરે પૂર્ણ થઈ. આ બેઠકમાં રાજ્યમાં ગેસના પુરવઠા અને ઇંધણની વર્તમાન પરિસ્થિતિનો મુખ્યમંત્રી દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ લાંબા ગાળાના આયોજન માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે. આ સાથે જ, કેન્દ્રીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અને ઊર્જા ક્ષેત્રે આગોતરું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ બેઠકમાં એક સ્પષ્ટ અને મહત્વપૂર્ણ સૂચના આપી છે. તેમણે આદેશ કર્યો છે કે રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે પાઇપલાઇન અને ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે, તેવા વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ જો જરૂરિયાત મુજબ નવા PNG કનેક્શનની માંગણી કરે તો તેમને તાત્કાલિક ધોરણે કનેક્શન આપી દેવામાં આવે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવાનો છે.