ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત….

0
94

ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે, એવી ગ્રામપંચાયતની ચૂંટણીઓ અંગે આજે મોટા સમાચાર આવી શકે છે. રાજ્ય ચૂંટણી પંચે રાજયની 8326 ગ્રામપંચાયતો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ જાહેરાત સાથે જ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બનવાની શક્યતા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.લાંબા સમયથી પેન્ડીંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગુજરાતની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આજથી જ્યાં ગ્રામ પંચાયતો છે ત્યાં આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.