ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ માટે છૂટછાટો

0
557

ગુજરાતમાં જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે ત્યાં ૩૦મીએ એક દિવસ પૂરતો રાત્રિ કરફ્યુ રાત્રિના એક વાગ્યાથી અમલી કરાશે.૩૦ ઑગસ્ટને સોમવારે રાત્રે ૧ર વાગ્યે જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવી શકાય એ માટે ગુજરાતમાં જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે ત્યાં ૩૦મીએ એક દિવસ પૂરતો રાત્રિ કરફ્યુ રાત્રિના એક વાગ્યાથી અમલી કરાશે.

મંદિર પરિસરમાં એક સમયે એકસાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે તેમ જ શોભાયાત્રા વખતે છૂટ રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પૂર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય એ માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર યાત્રાની છૂટ અપાશે. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં.

ગુજરાતનાં ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે એ માટે ૯મી સપ્ટેમ્બરથી ૧૯મી સપ્ટેમ્બર દરમ્યાન રાત્રિ કરફ્યુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here