ગુજરાતમાં તાપમાન 42°C પાર જવાની આગાહી

0
95

ગત વર્ષે ગરમીના પ્રચંડ કહેરથી ગુજરાત જ નહીં. પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોને રાહત મળી હતી. જો કે આ વર્ષે માનવામાં આવી રહ્યું છે કે ગરમી ભીષણ આતંક મચાવી શકે છે.હાલ બપોરે તો ગરમીનો અહેસાસ થાય છે.જો કે મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળે છે.ત્યારે જુઓ. ઉનાળાને લઇને શું છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી.રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ઉનાળાની ગરમી અનુભવાય છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો સ્પર્શ રહે છે. આ બદલાતા હવામાન વચ્ચે હવે ગરમીને લઈને જે ભવિષ્યવાણી સામે આવી છે તે ચોંકાવનારી છે. 2025ના ઉનાળામાં અપેક્ષા મુજબ આકરી ગરમી પડી નહોતી અને કમોસમી વરસાદના અનેક રાઉન્ડને કારણે તાપમાન ખાસ વધી શક્યું નહોતું. પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 41 ડિગ્રીની નજીક પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેને કારણે આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જાણકારોનું માનવું છે કે સરેરાશ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે અને માર્ચથી જૂન દરમિયાન ગુજરાતમાં પ્રચંડ ગરમીનો કહેર જોવા મળી શકે છે.