ગુજરાતમાં દુષ્કાળના એંધાણ: નર્મદા ડેમ ગત વર્ષની સરખામણીએ 20 મીટર ખાલી

0
639

આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે.

સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તા એ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લા માં સિઝનનો અત્યારસુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here