ગુજરાતમાં ફરી શરૂ થયો મોતનો તાંડવ…..

0
174

ગુજરાતના અમદાવાદની એક હોસ્પિટલમાં કોરોનાથી બે મહિલાઓના મોત થયા છે. અમદાવાદમાં 197 એક્ટિવ કેસ છે અને છેલ્લા 24 કલાકમાં 50 નવા કેસ નોંધાયા છે. રાજકોટ અને અન્ય શહેરોમાં પણ કેસ વધી રહ્યા છે.ભારતમાં કોરોના મહામારી ફરી ફેલાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ કૂદકેને ભૂસકે કોરોના કેસ વધી રહ્યા છે. એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં નવા 50 કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસનો આંક વધીને 197 થયો છે. મોટાભાગના હોમઆઈસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. બીજી બાજુ કોરોનાના હાહાકાર વચ્ચે અમદાવાદમાં વધુ એક 18 વર્ષીય યુવતી મોતને ભેટી છે. વિંઝોલની સગર્ભાને હૃદયની બીમારી હોવાથી કોરોના પોઝિટિવ આવતાં એલજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.