ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા IPSને જવાબદારી

0
1990

ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here