હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આકરી ગરમી વચ્ચે આગામી 2 દિવસ નાગરિકોને રાહતનો અનુભવ થશે. આજે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. તો દક્ષિણ ગુજરાત સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી છે.