ગુજરાતમાં લોકડાઉન-4 દરમિયાન એસ.ટી. બસો શરૂ કરવાની જાહેરાત

0
827

ગુજરાતમાં લોકડાઉન-4 દરમિયાન અમદાવાદ સિવાય એસ.ટી. બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારના પરિવહન મંત્રી આર. સી. ફળદુએ આ અંગે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમજ ધીમે ધીમે એસ.ટી.ની સેવા ફરીથી શરૂ કરવાનું જણાવ્યું હતું. આવતી કાલથી 4 ઝોનમાં બસનું સંચાલન થશે. ઉત્તર , મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં બસનું સંચાલન થશે. જે તે ઝોનની બસ જે તે ઝોનમાં જ ફરશે.

આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અમદાવાદ અને કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં એસટીની સેવા પુનઃ શરૂ કરાશે. આજે સવારથી જ અમારા એમડી દ્વારા એસટીના સિનિયર અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી લંબાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી. આવતી કાલથી રિજિયન વાઇઝ બસો દોડાવાશે. કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર બસો શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here