ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી EVM દ્વારા મતદાન થશે. જ્યારે 18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ 2 નગરપાલિકાઓની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થશે.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે. આવતીકાલે કુલ 38લાખ 86હજાર 285મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.