ગુજરાતમાં હાલ જંત્રીના નવા દરો લાગુ નહીં થાય…..

0
48

સરકારે જ્યારે જંત્રીના પ્રસ્તાવિત નવા દરો જાહેર કર્યા ત્યારે બિલ્ડર લોબી તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને નવા દરો લાગુ કરવાથી સંભવિત રાજકીય ગેરફાયદા હોવાના કારણે હાલ નવા દરો લાગુ કરવાનું પડતું મૂકવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં રાજ્યમાં રિયલ એસ્ટેટ બજાર મંદીનો સામનો કરી રહ્યું છે અને જંત્રી દરમાં વધારો તેના પર ગંભીર અસર કરશે.ગુજરાત સરકાર દ્વારા જંત્રીના નવા પ્રસ્તાવિત દરો જાહેર કરવામાં આવ્યા હતા અને તેના કારણે ભારે હોબાળો પણ મચ્યો હતો. આ જંત્રીના નવા દરો 01 એપ્રિલ 2025થી લાગુ થવાના હતા પરંતુ હાલ પૂરતી આ યોજના રદ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો તેમ રાજ્ય સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.સરકારે જ્યારે જંત્રીના પ્રસ્તાવિત નવા દરો જાહેર કર્યા ત્યારે બિલ્ડર લોબી તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને નવા દરો લાગુ કરવાથી સંભવિત રાજકીય ગેરફાયદા હોવાના કારણે હાલ નવા દરો લાગુ કરવાનું પડતું મૂકવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં રાજ્યમાં રિયલ એસ્ટેટ બજાર મંદીનો સામનો કરી રહ્યું છે અને જંત્રી દરમાં વધારો તેના પર ગંભીર અસર કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.