ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના 7 નવા પોઝિટિવ કેસ આવ્યા છે.ભાવનગરમાં નોંધાયા વધુ બે નવા કેસ સાથે ગુજરાતમાં કોરનાના કુલ કેસની સંખ્યા 97 થઈ ગઈ છે. આ જે જે સાત કેસ નવા આવ્યા છે તે તમામ અમદાવાદના છે.આ પહેલા પંચમહાલના ગોધરનાં કોરોના પોઝિટિવ દર્દીનું મોડી રાત્રે અવસાન થયું છે. 78 વર્ષના આ દર્દી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા જણાવવામાં આવ્યું છે. ગોધરા ના 78 વર્ષના અબ્દુલ હકીમ પટેલ છેલ્લા ત્રણ દિવસથી વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાનો એક કેસ આવ્યો હતો જેમાં ભાવનગરના 27 વર્ષીય યુયવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આજે નોંધાયેલા એક નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંકડો 88 પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના ત્રણ દર્દીઓ સાજા પણ થયા છે, અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં સુરતના બે અને રાજકોટના એક દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સૌથી વધુ 31 કોરોના પોઝિટીવના કેસ નોંધાયા છે. તે સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 8 લોકોના મોત થયા છે.