ગુજરાતમાં Adani એ CNG ના ભાવમાં કર્યો વધારો..

0
307

અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ ₹ 1નો વધારો જાહેર કર્યો છે. અદાણી CNG નો જૂનો ભાવ 79.34 રૂપિયા હતો, જે હવેથી વધારીને 80.34 પર પહોંચ્યો છે. ત્યારે વધુ એકવાર મોંઘવારીનો મારો લોકો પર ઝીંકાયો છે.

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી આજથી વાહન ચાલકોને હવે એક કિલો CNG ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે. હાલના સમયમાં લોકો પહેલેથી મોંઘવારના મારે તળે દબાયેલા છે, ત્યારે રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે.