ગુજરાત ના આ સ્થળો સહિત દેશભરમાં 28 હાઈવે પર રનવે બનાવવાની તૈયારી……

0
726

વાયુસેનાને હવે 28 એવા રનવે મળશે જે હાઈવે કમ રનવે હશે અને મુસીબતના સમયે તેઓ તેનો ઉપયોગ કરી શકશે.દેશના સરહદી વિસ્તારોમાં બનેલા વાયુસેનાના ફોરવર્ડ એરબેસ પર યુદ્ધ દરમિયાન દુશ્મનના ફાઈટર જેટ્સના હુમલાનું જોખમ હંમેશા તોળાયેલું રહે છે. દુશ્મન એવી ફિરાકમાં રહે છે કે રનવેને તબાહ કરી નાખવામાં આવે જેથી કરીને આપણા ફાઈટર જેટ્સ ઉડાણ ભરી ન શકે. પરંતુ હવે એવું બનશે નહીં. વાયુસેનાને હવે 28 એવા રનવે મળશે જે હાઈવે કમ રનવે હશે અને મુસીબતના સમયે તેઓ તેનો ઉપયોગ કરી શકશે. આ તમામ એરસ્ટ્રીપ્સની લંબાઈ અને ડિઝાઈન તે પ્રમાણે નક્કી કરવામાં આવી છે જ્યાં મોટા ફાઈટર એરક્રાફ્ટથી લઈને અન્ય વિમાન પણ ઉતારી શકાય. રોડ પરિવહન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ફ્લાઈટ લેન્ડ કરતી વખતે હાઈવેને બંને બાજુથી બંધ કરવાને લઈને જરૂરી સેફ્ટી પ્રોટોકોલનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી કરીને ટ્રાફિકમાં વિધ્ન ન આવે.

ઈમરજન્સી સ્થિતિમાં કે પછી રેસ્ક્યૂ અને રાહત પહોંચાડવાના હેતુથી નેશનલ હાઈવેને લેન્ડિંગ એરસ્ટ્રીપમાં બદલવાની તૈયારીઓ જોરશોરમાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી આવી જ બે એરસ્ટ્રીપ્સ આંધ્ર પ્રદેશમાં તૈયાર થઈ ચૂકી છે. તથા પશ્ચિમ બંગાળ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં હાઈવે પર એક એક એરસ્ટ્રીપ બનાવવામાં આવી રહી છે. નેશનલ હાઈવે પર આવી જ ચાર એરસ્ટ્રીપ્સ બનાવવાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કેટલાક ટેન્ડર બહાર પડી ગયા છે તો કેટલાક માટે જમીન સંપાદન કરવાનો પ્લાન ચાલી રહ્યો છે અને આ સાથે જ કેટલીક જગ્યાઓ પર કામ કરવાની તૈયારીઓ થઈ રીહ છે. મળતી માહિતી મુજબ 28 એવા નેશનલ હાઈવે છે જેના પર એરસ્ટ્રીપ બનવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here