ગુજરાત પર વાવાઝોડાની આગાહી …..

0
241

ગુજરાત સહિત સમગ્ર દેશભરના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. તેમાં પણ પહેલીવાર એવું બન્યું છે કે મે મહિનામાં ગરમી અને વરસાદના રેકોર્ડ તૂટ્યા છે. એક તરફ જ્યાં ગરમી છે, ત્યાં કમોસમી વરસાદે દસ્તક આપી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી તમારુ ટેન્શન વધારી દેશે. અંબાલાલ પટેલે ચોમાસાની વહેલા આગમના સંકેત આપી દીધા છે. સાથે જ વાવાઝોડાની પણ આગાહી કરી છે. ત્યારે શું છે અંબાલાલ પટેલની આ આગાહી તેના પર એક નજર કરીએ.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, ૧૭ મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી પાર કરી જશે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. આમ, વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદભવશે. પરંતું આ વચ્ચે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે.