ગુજરાત ભાજપના તમામ કાર્યક્રમો ત્રણ દિવસ માટે રદ કરી દેવાયા

0
1280

આજે સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસમાં મહત્વનો ચુકાદો આપવાની છે ત્યચારે ગુજરાત ભાજપના તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. ભાજપના દિવાળી સ્નેમિલનના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા અને ભાજપના તમામ આગેવાનો, નેતાઓ અને કાર્યકર્તાઓ માટે ખાસ ગાઈડલાઈન તૈયારી કરી હતી. ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સજ્જડ કરાઈ છે તેમ છતાં ભાજપના નેતા, આગેવાનો અને ધર્મગુરુઓ દ્વારા વારંવાર કોમી એકતા જળવાઈ રહે તેવી અપીલ કરવામાં આવી છે. ગુજરાત ભાજપે પણ આ મામલાની સંવેદનશીલતાને જોઈને સારા નિર્ણય લીધા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન અને કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. તેમણે કાર્યકર્તાોને અપીલ કરી હતી કે જે પણ ચુકાદો આવે તેને માન્ય રાખી અને ગુજરાતમાં શાંતિ સદભાવના અને સૌહાર્દ જાળવી રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here