ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું

0
293

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભાજપના દિગ્ગજ નેતા એવા પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દેતા ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા રાજીનામું આપી શકે એવા તર્ક વિતર્કો છેલ્લા 5થી 6 દિવસથી ચાલી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતા. તેઓ કમલમનો કાર્યભાર ચલાવતા હતા.

પ્રદીપસિંહ વાઘેલાએ શું કહ્યું…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે તેમણે માત્ર પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ હજુ પાર્ટીના વફાદાર રહેશે અને કામ કરતા રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યારસુધી મેં કોઈ ખોટુ કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી જેમ બને એમ જલદી પાર આવી જઈશ. આ દરમિયાન તેમણે કમલમમાં પ્રવેશવા સામે મુશ્કેલીઓની જે અટકળો હતી એને ફગાવી દીધી હતી.

પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે મે અંગત કારણોસર આ રાજીનામું આપી દીધું છે. મારી સ્વેચ્છાએ આ પ્રમાણેનું પગલું મેં ભર્યું છે. હવે સમયગાળા અંગે તેમણે ઘટસ્ફોટ કર્યો કે મેં 7 દિવસ અગાઉ જ રાજીનામુ આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ભાર્ગવ ભટ્ટના બાદ ગણતરીના દિવસોમાં વધુ એક નેતાએ પદ છોડતા રાજકારણ ગરમાયું છે.