ગુજરાત માં ત્રણ દિવસ સુધી માવઠા ની આગાહી

0
349

આ વર્ષના શિયાળામાં કમોસમી વરસાદ, માવઠાના કારણે સામાન્ય લોકો સહિત ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વારંવાર બદલાતા વાતાવરણને કારણે મોટાભાગે તમામ ઘરોમાં શરદી ખાંસીનાં દર્દીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુરુવારથી, એટલે આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતનો કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બનવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં 40થી50 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા દર્શાવતા માછીમારોને પણ એલર્ટ કરાયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 19મી તારીખે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. આ સાથે, 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની આગાહી છે.
તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકું રહેવાની શક્યતાઓ છે. તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here