ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ…

0
82

ભારતીય હવામાન વિભાગે રવિવાર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર પ્રદેશોમાં આ સપ્તાહે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કર્યું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.

આઈએમડીના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે ચોમાસું તેના સક્રિય તબક્કામાં છે. ઉત્તર પૂર્વ એમપીમાં ડીપ ડિપ્રેશન છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં લો પ્રેશર છે. અમે પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ પ્રદેશ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ. અમે રેડ એલર્ટ પણ જારી કર્યું છે. આગામી બે દિવસમાં દિલ્હી-એનસીઆરમાં વરસાદની શક્યતા નથી.

IMDએ તેના નવા પ્રેસ બુલેટિનમાં આગામી સાત દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સપ્તાહ દરમિયાન ઉત્તરપ્રદેશમાં છૂટાછવાયાથી લઇને વ્યાપક વરસાદની ધારણા છે તથા પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સપ્તાહ દરમિયાન પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વ્યાપક હળવાથી ભારે વરસાદની શક્યતા છે.