ગુજરાત વિધાનસભાની ચૂંટણી 3 નવેમ્બરે જાહેર થાય તેવી શક્યતા

0
204

મોરબીની પુલ હોનારતને લઇને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બરને બદલે ત્રીજી નવેમ્બરે બપોર પછી જાહેર થાય તેવી શક્યતા છે. દિલ્હીથી ભારતીય ચૂંટણી પંચના કમિશનર બપોર બાદ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં ચૂંટણી જાહેર કરશે જેમાં મતદાન અને મતગણતરીની તારીખ સહિતની ઘોષણા થશે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 29 કે 30 નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 કે 4 ડિસેમ્બરે થઇ શકે છે. મતગણતરી હિમાચલ પ્રદેશની મત ગણતરીના દિવસે જ એટલે કે 8 ડિસેમ્બરે થશે.ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ઉમેદવારોના નામ નક્કી થાય છે. આ રીતે જોઇએ તો બન્ને તબક્કામાં ઉમેદવારોને પોતાના પ્રચાર માટે પંદર દિવસ કે તેથી ઓછો સમય મળશે. જો કે ચૂંટણી પંચ પોતે જ ચૂંટણીના જાહેરનામાંથી લઇને મતદાનની તારીખ વચ્ચે 21 દિવસનો સમય રાખવાના સિદ્ધાંતમાં માને છે.8 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ જાય તે પછી 16 ડિસેમ્બરથી કમૂરતા બેસી જાય છે. આમ ગુજરાતમાં નવી ચૂંટાનારી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરની આસપાસ થઇ શકે છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ તેઓ પોતાના મંત્રીમંડળના સભ્યોનું ચયન કરીને તેમની શપથવિધી પણ ઝડપથી આટોપી લેશે.