ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર…..

0
330

ગુજરાતના બજેટ કરતાં પણ દેવાનો આંકડો ઉંચો છે. દેશમાં ગુજરાત એ દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. વિકાસ માટે રૂપિયા જોઈએ અને એ માટે દેવું કરવું પડે એ યોગ્ય છે પણ દેવું ભરપાઈ કરવાનું યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે.દેવું કરવું તો ઓછું કેમ કરવું. ગુજરાતની વિકાસશીલ સરકાર દેવું કરીને ઘી પી રહી છે. પહેલાંની સરકારે ઓછું દેવું કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે એમ સતત વિકાસના નામે દેવું વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેવામાં 24 હજાર કરોડનો વધારો થયો છે. હવે સ્થિતિ એવી છે કે, સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધુ  થઈ ગયું છે. જો રાજ્ય સરકાર માત્ર વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરે તો પણ દોઢ વર્ષનો સમય લાગે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ વિકાસના નામે સતત દેવું વધારી રહી છે. સરકાર વિકાસ કરવા માગે છે તો દેવું વધવાનું એવો તમામનો મત છે. સરકારનું દેવું રૂા. ૪ લાખ કરોડને પાર થઈ ગયું છે. હવે દરેક ગુજરાતીના માથે રૂા. ૬ ૩ હજારનું દેવું પહોંચી ગયું છે. ભલે નાનું બાળક હોય કે સીનિયર સીટિઝન પણ ગુજરાતીઓ માથે વિકાસના નામે દેવાનો બોજ વધારી દેવાયો છે. ગુજરાતની પ્રજા એવું કહી રહી છે કે 157 સીટો જીતાડી છે, તો દેવું તો સરકાર માથે આપવાની જ છે. ગુજરાતની વિકાસશીલ ગણાતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં દેવું પણ વધવાનું છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત સરકારના બજેટ કરતાં પણ રોકેટ ગતિએ જ વધી રહ્યું છે. છેલ્લાં એક જ વર્ષમાં જાહેર દેવું દોઢેક લાખ કરોડ વધું છે જે ચિંતાજનક છે. ગુજરાત સરકારના જાહેર દેવામાં રૂપિયા ૨૪,૦૫૧ કરોડનો વધારો થયો છે.