ગુજરાત સરકાર સાથેની બેઠક બાદ S.T. નિગમની હળતાળ મોકૂફ

0
708

ગુજરાત એસ.ટી. નિગમના 35 હજાર કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 20 ઓક્ટોબરે મધરાતથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સરકાર સાથેની બેઠક બાદ એસટી વિભાગે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરતા ગુજરાતના લાખો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
એસટી નિગમના ત્રણેય સંગઠનો અને મંત્રી પૂર્ણેશ મોદી અને અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્યો હતો. જેમાં ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ વિભાગે એસટી કર્મચારીઓના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપી છે. જેને કારણે કર્મચારીઓની માસ સીએલ પર જવાની જાહેરાતને પરત લેવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ તેમની પડતર માંગો પૂરી કરવાની માંગ હતી. કર્મચારીઓ સાતમા પગાર પંચ સહિતનાં 20 પ્રશ્નોને લઈને ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યા હતા. જેના ભાગરૂપે સુરતના એસ.ટી ડેપો ખાતે વિરોધ કરીને હડતાલની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
કાર્યકરી પ્રમુખ બિપીનભાઈએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જાણાવ્યું હતું કે, અનેક વખત અમારા પ્રશ્નો સરકાર સુધી પહોચાડવામાં આવ્યા છે. સરકાર દ્વારા આંખ આડા કાન કરી ઓરમાયું વર્તન કરવામા આવ્યું છે. હવે અમે સંયમ રાખવા તૈયાર નથી. આજે રાત સુધીમાં જો અમારી માંગ પૂરી નહિ થાય તો 45 હજાર કામદારો હડતાલ પર જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here