મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવા ગુજરાત એસ.ટી.ની બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી. નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે.ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા “GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન” મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે. આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.