ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર : વધુ 3 અધિકારીઓની ધરપકડ

0
165

રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ અગ્નિકાંડમાં વધુ 3 ની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસનો રેલો હવે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે અને એક પછી એક અધિકારીઓની ધરપકડ થઈ રહી છે. હજુ પણ અનેક અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવા અહેવાલ છે.