‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ….

0
135

સ્ટાર જેવલિન થ્રોઅર અને ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો છે. નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત જેવલિન થ્રોની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે નીરજે ઈતિહાસ રચી દીધો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો.
નીરજે તેના પ્રથમ થ્રોમાં ફાઉલ કર્યો, પરંતુ તે પછી તેના બીજા થ્રોમાં 88.17 મીટરની બરછી ફેંકવા માટે પુરી તાકાત લગાવી દીધી હતી. આ થ્રો સાથે નીરજ ટેબલમાં ટોચ પર પહોંચી ગયો હતો. તેણે 86.32 મીટરનો ત્રીજો થ્રો કર્યો હતો. નીરજ ચોપરાએ તેના ચોથા પ્રયાસમાં 84.64 મીટરનો થ્રો રેકોર્ડ કર્યો હતો. આ પછી પણ તે સ્ટેન્ડિંગમાં ટોપ પર રહ્યો. તેના પાંચમા પ્રયાસમાં, તેણે 87.73 મીટરનો રેકોર્ડ બનાવ્યો અને ટોચ પર રહ્યો.પાકિસ્તાનના સ્ટાર જેવલિન થ્રોઅર અરશદ નદીમે પણ જોરદાર લડત આપી હતી. અરશદ નદીમે ત્રીજા થ્રોમાં 87.82 મીટરની બરછી ફેંકી હતી. આ પછી તે બીજા સ્થાને આવી ગયો. તેણે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો અને નીરજ પછી બીજા સ્થાને રહી. નીરજ સાથે ભારતના ડીપી મનુ અને કિશોર જેના પણ સામેલ હતા. કિશોર જેના 84.77 મીટરના થ્રો સાથે પાંચમા અને ડીપી મનુ 84.14 મીટરના થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો