ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતીની જાહેરાત

0
332

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) એ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ માટે ગ્રુપ-A અને ગ્રુપ-Bની 4304 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 20 થી 35 વર્ષની વય જૂથમાં આવતા ઉમેદવારો 4 જાન્યુઆરી 2024 થી GSSSB ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. જેની અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2024 છે.મીડિયા રિપોર્ટ અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યા માટે અલગ અલગ કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવામાં આવશે.અને 4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થશે જે તારીખ 31 જાન્યુઆરી 2024માં રાત્રે 23:59 સુધી ભરી શકાશે. જેની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત મુકવામાં આવી છે.