Home Hot News છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું 74 વર્ષની ઉંમરે નિધન

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું 74 વર્ષની ઉંમરે નિધન

0
868

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન થયું છે. 74 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અજિત જોગીને કાર્ડિયક અરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અમિત જોગીએ ટ્વિટરના માધ્યમથી આ જાણકારી શેર કરી હતી. અજિત જોગાની અંતિમ સંસ્કાર તેમની જન્મભૂમિ ગૌરેલામાં કાલે શનિવારે થશે.
તેમના દિકરા અમીત જોગીએ ટ્વિટર પર લખ્યું, ’20 વર્ષના યુવા છત્તીસગઢ રાજ્યના માથા પરથી તેમના પિતાનો પરછાયો હટી ગયો. માત્ર મે નહી પરંતુ છત્તીસગઢએ નેતા નહી, પોતાના પિતા ખોયા છે. અજિત જોગી અઢી કરોડ લોકોના પોતાના પરિવારને છોડી, ઈશ્વર પાસે ચાલ્યા ગયા. ગામ-ગરીબના સહારા, છત્તીસગઢના દુલારા, આપણાથી દૂર ચાલ્યા ગયા.’

NO COMMENTS