જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ખીણમાં પડી જતાં સેનાના ત્રણ જવાન શહીદ

0
203

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પેટ્રોલિંગ દરમિયાન સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણેય જવાનો શહીદ થયા હતા. ત્રણેય જવાનોના મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે શહીદ થયેલા ત્રણ સૈનિકોમાં 01 જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 02 ઓઆરનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સૈનિકો જે વિસ્તારમાં ખાડામાં પડ્યા છે તે હિમાચ્છાદિત વિસ્તાર છે.

ચિનાર કોર્પ્સ, ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે નિયમિત ઓપરેશન ટાસ્ક દરમિયાન, 1 JCO (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 2 OR (અન્ય રેન્ક) ની ટીમ ટ્રેક પર બરફ પડતાં ઊંડી ખાડીમાં લપસી ગઈ હતી. ત્રણેય જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ નવેમ્બર મહિનામાં પણ કુપવાડાના માછિલ સેક્ટરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં હિમપ્રપાતને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા. કુપવાડા પોલીસે જણાવ્યું હતું કે અલ્મોડા ચોકી પાસે હિમસ્ખલનનો ભોગ બનતા 56 આરઆરના 3 જવાન ફરજ પર શહીદ થયા હતા. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોના નામ સૌવિક હજરા, મુકેશ કુમાર અને મનોજ લક્ષ્મણ રાવ છે. ત્રણેય મૃતદેહોને 168 એમએચ ડ્રગમુલ્લામાં મોકલવામાં આવ્યા છે.