PM મોદીએ આપ્યું સૂત્રઃ યુપી+યોગી, ઘણું ઉપયોગી

0
352

ઉત્તર પ્રદેશને વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક એક્સપ્રેસ વેની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લીધો હતો. આ ઉપરાંત તેમણે વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી હતી. ઉત્તર પ્રદેશમાં 2017 પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, પહેલા અહીં એવું કહેવાતું હતું કે, સુરજ આથમતાં જ તમંચો (કટ્ટા) લઈને લોકો રસ્તાઓ પર આવી જતા હતા. કટ્ટા ગયા કેનહીં, કટ્ટા જવા જોઈએ કે નહીં, દીકરીઓની સુરક્ષા પર સવાલો ઉઠતા હતા. દીકરીઓનું શાળા-કોલેજ જવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. વેપારી અને ઉદ્યોગપતિ સવારે ઘરેથી નિકળતા ત્યારે પરિવારજનોને તેમને ચિંતા રહેતી હતી. ગરીબ પરિવાર બીજા રાજ્યોમાં કામઅર્થ જતો તો તેમને ઘર અને જમીન પર કબજો જમાવી લેવાની ચિંતા રહેતી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, યુપીમાં પહેલા ક્યારે તોફાન ફાટી નિકળે, ક્યારે આગચંપી થાય તે કોઈ કહી શકતું નહતું. શાહજહાંપુરમાં એક રેલીને સંબોધતા પીએ મોદીએ સૂત્ર આપ્યું કે યુપી+યોગી એટલે ઘણું ઉપયોગી થાય છે.

પીએમ કિસાન સમ્માન યોજનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, આ યોજના અંતર્ગત બે જહાર રૂપિયા એકાઉન્ટમાં મળતા થયા છે. આ યોજાનો સૌથી વધુ લાભ સિમાંત ખેડૂતોને થયો છે. અગાઉ નાના ખેડૂતો માટે બેન્કના દરવાજા બંધ રહેતા હતા. એમએસપીમાં રેકોર્ડ વધારો, રેકોર્ડ ખરીદી અને લાભ સીધો બેન્ક ખાતામાં જમા થવાથી ખેડૂતોને મોટી રાહત થઈ છે. અમારું ધ્યાન દેશમાં સિંચાઈનું માળખું સુવ્યવસ્થિત કરવા પર છે જેથી એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ માળખાગત સેવા પાછળ કરવામાં આવી રહ્યો છે.

ગામડાંની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે જેનાથી વહેલા બગડી જતી અને વધુ કિંમત આપતા ફળ અને શાકભાજીની ખેતી થઈ શકે. આનાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો ઝડપથી વિસ્તાર થશે અને ગામની નજીક રોજગારની તકો પણ ઉપલબ્ધ થશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમે શેરડી પકવતા ખેડૂતોની દાયકાઓ જૂની સમસ્યાનો પણ અંત લાવ્યો છે અને નવા વિકલ્પો તેમજ નવા સમાધાન શોધવા પ્રયાસ કર્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે સાડા ચાર વર્ષના શાસનમાં યુપીમાં યોગી સરકારે માફિયાઓની ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર ફેરવી દીધું છે. સીએમ યોગીના નેતૃત્વમાં માફિયાઓનો સફાયો થયો છે અને વિકાસના કાર્યો હાથ ધરાયા છે. પીએમ મોદીએ શાહજહાંપુર જિલ્લામાં 594 કિ.મી લાંબા ગંગા એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here