મહા વાવાઝોડું ગુજરાત તરફ : રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

0
1116

‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા પહેલાં જ નબળું પડી જતાં હવે વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. ‘મહા’ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.જોકે, વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ‘મહા’ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 220 કિલોમિટર દૂર છે, દીવથી 180 કિલોમિટર દૂર છે. ગુજરાતમાં ગુરુવારે સવારથી જ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું ‘બુલબુલ’ સર્જાઈ રહ્યું છે અને તે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે. તે સાથે જ તેની તીવ્રતા વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here