જાણો રાજકુમાર હિરાણીને કેમ આવ્યો ‘DUNKI’નો આઈડિયા???….

0
214

શાહરૂખ ખાનની ‘DUNKI’ રિલીઝ માટે તૈયાર છે. આ વર્ષે રિલીઝ થનારી શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા PATHAN અને JAWAN બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયા છે. હાલમાં DUNKI ની ટીમ આ દિવસોમાં અલગ અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ રેડ ચિલીઝ દ્વારા DUNKI ડાયરીઝ નામનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજકુમાર હિરાણી ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો કહેતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન હિરાનીએ એક રસપ્રદ વાર્તા શેર કરી છે કે કેવી રીતે તેમને જલંધરમાં એક ઘરને કારણે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. વીડિયોમાં શાહરૂખ ખાને હિરાનીને એક ઘરની તસવીર બતાવી, જેની છત પર સિમેન્ટનું વિમાન દેખાઈ રહ્યું હતું. આ અંગે ખુલાસો કરતાં હિરાનીએ કહ્યું કે પંજાબના જલંધરની આસપાસ આવેલા આવા ઘરો સૂચવે છે કે, પરિવારમાંથી એક અથવા વધુ લોકો વિદેશ ગયા છે. એરોપ્લેન એ ગૌરવનું પ્રતીક છે કે, અમારા પરિવારના સભ્ય વિદેશમાં છે.