જિલ્લાને ગ્રીન કલીન અને પર્યાવરણ પ્રિય બનાવશે

0
1151
ગાંધીનગર:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાસંદ માન. શ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર ખાતે ડિસ્ટ્રિકટ મોનીટીરીંગ સેલ ’દિશા’ ની તેમના અઘ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં સમીક્ષા કરતા જણાવ્યું કે, દિશા સાથે સંકાળાયેલ તમામ અઘિકારીઓ ગાંધીનગર જિલ્લાને ગ્રીન કલીન અને પર્યાવરણ પ્રિય બનાવવા અને રાજયનો શ્રેષ્ઠ જિલ્લો બનાવવા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે સહિયારા પુરૂષાર્થ કરવા અનુરોઘ કર્યો હતો.
                     મંત્રીશ્રીએ આરોગ્યની આયુષમાન ભારત યોજનાની ચર્ચામાં જણાવ્યું કે દરેક ગામને હોસ્પિટલથી પંદર કિલોમીટરના અંતરે જોડવા, ઉજ્જવલા યોજનામાં કોઇ ઘર કે ઝુંપડું લાભથી વંચિત ન રહી જાય, તેમજ દિનદયાળ ગ્રામ જયોતિ યોજનામાં કોઇ ગામ કનેકશન વિના ન રહે તથા નલથી જલ યોજનામાં કોઇ ગામ કે ઘર લાભથી વંચિત ન રહી જાય તે જોવા ખાસ ભાર મુક્યો હતો.
                    મહેસાણાના સાસંદ શ્રી શારદાબેન પટેલ અને અમદાવાદ પૂર્વના સાસંદ શ્રી એચ.એસ.પટેલે પોતાના સૂચનો રજૂ કરી કેન્દ્ર સરકારની યોજનાઓનો લોકોને મહત્મ લાભ આપવા જણાવ્યું હતું.
                     બેઠકમાં ઘારાસભ્ય સર્વે શ્રી શંભુજી ઠાકોર, ર્ડા. સી.જે.ચાવડા, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ અને શ્રી સુરેશભાઇ પટેલે ચર્ચામાં ભાગ લઇ વિવિઘ યોજનાઓની કામગીરી માટે સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું સ્વાગત કરી અઘિકારીઓનો પરિચય કરાવ્યો હતો. અને ઘારાસભ્યો તેમજ સસંદ સભ્યોના સૂચનોના પ્રત્યોત્તર આપી યોગ્ય કરવા જણાવ્યું હતું. બેઠકમાં સંબંઘિત વિભાગની યોજનાઓના અઘિકારીઓ દ્વારા પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
                     જેમાં પ્રઘાનમંત્રી આવાસ યોજના ( અર્બન), સ્વચ્છભારત મિશન, સ્માર્ટ સીટી મિશન, પ્રઘાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, દિન દયાળ અંત્યોદય યોજના, દિન દયાળ ગ્રામીણ વિકાસ કૌશલ્ય યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રઘાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ઇન્ટિગ્રેટેડ વોટરશેડ પ્રાગોમ, દિન દયાળ ગામ જયોતિ યોજના, ઉજ્જવલ ડિસ્કોમ એસ્યુરન્સ યોજના,  ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રઘાનમંત્રી કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના, સર્વ શિક્ષા અભિયાન, પ્રઘાનમંત્રી ઉજ્જવલા યોજના, ઇમ્પ્લીમેન્ટેનશન ઓફ નેશનલ ફ્રુડ સિક્યોરીટી એક્ટ, ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, બેટી બચાવો બેટી પઠાવો, મીડ ડે મિલ્ક સ્કીમ, ભારતીય રાજમાર્ગ પ્રાઘિકરણ, રેલ્વેજ, અટલ મિશન રેજુવેનેસન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ સોશ્યિલ આસ્ટન પ્રોગ્રામ, નેશનલ રૂરલ ડ્રિકિગ વોટર પ્રોગામ, ડિઝિટલ ઇન્ડિયા લેન્ડ મોર્ડનનાઇઝેશન પ્રાગ્રામ, પ્રઘાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, ડિજિટલ ઇન્ડિયા, પ્રઘાનમંત્રી ખનીજ ક્ષેત્રે, નેશનલ એગ્રિકલ્ચરલ માર્કટ એક્સિ લેરેટેડ ઇરીગ્રેશન બેનીફીટ પ્રોગ્રામ, કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રઘાનમંત્રી અમ્પોયલમેન્ટ જનરેશન પ્રોગ્રામ અને સુગમ્ય ભારત અભિયાનના પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકનું સંચાલન સભ્ય સચિવ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટે કર્યું હતું.
                  આ બેઠકમાં જિલ્લા વિકાસ અઘિકારી શ્રી આર.આર.રાવલ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણ, નિવાસી અઘિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એન્જસીના નિયામક શ્રી જી.પી. બ્રહ્મભટ્ટ સહિત જિલ્લાના પદાઘિકારીઓ અને અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here