જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા હરીફાઈમાં ભાગ લેવા સંદર્ભે

0
187

ગાંધીનગરમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ- ગરબા હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરિફાઇમાં સહભાગી થવા માટેનું ફોર્મ તા. 14મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.
આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય 14 થી 40 વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય 6 થી 10 મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચી ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા 14 થી 16 રાખી શકાશે. સંગીતકાર 4 રાખી શકશે.આ હરિફાઇમાં સહભાગી થવા માટે નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.14 સપ્ટેમ્બર સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, છઠ્ઠો માળ, સી વીંગ, સહયોગ સંકુલ, સેકટર-11, પથિકાશ્રમની બાજુમાં, ગાંધીનગર આપવાના રહેશે.
​​​​​​​​​​​​​​આ ઉપરાંત નિયત સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. કાર્યક્રમનો સમય પત્રક તથા સ્પર્ધાના નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ https ://youthofficercandhinagar.wordpress.com પરથી તથા જિલ્લા રમત-ગમત કચેરી સહયોગ સંકુલ “સી” વિંગ્સ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.